આઠ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર: સ્વામી સચ્ચિદાનંદજીને પદ્મભૂષણ

 

ગાંધીનગર: કેન્દ્ર સરકારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારની જાહેરાત કરી છે. આ વર્ષે કુલ ચાર વ્યક્તિઓને પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવશે. તો કુલ 17 લોકોને પદ્મ ભૂષણ અને 107 લોકોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના સાત મહાનુભાવોને પદ્મ સન્માન અપાશે. વર્ષ 2022 માટે પદ્મ પુરસ્કારની જાહેરાતમાં સાત ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર એનાયત કરાશે. જેમાં સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ, સુરતના સવજી ધોળકિયાને પદ્મશ્રી, ડો. લતા દેસાઈ, માલજી દેસાઈને પદ્મશ્રી, રમીલાબહેન ગામીતને પદ્મશ્રી, ખલીલ ધનતેજવીને મરણોપરાંત પદ્મશ્રી, ગુરીપ્રસાદ મહાપાત્રાને મરણોપરાંત પદ્મશ્રી સન્માન આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બરમાં દેશે પ્રથમ સીડીએસ બિપિન રાવત ગુમાવ્યા હતા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું હતું. હવે તેમની બહાદુરીને સલામ કરવા માટે સરકાર દ્વારા તેમને મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવશે. તેમના સિવાય સરકાર આ વખતે યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા કલ્યાણ સિંહને પણ મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવા જઈ રહી છે. તેમનું પણ ગત વર્ષે ખરાબ તબિયતના કારણે નિધન થયું હતું. 

સંત સ્વામી સચ્ચિદાનંદે એવોર્ડ અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતુ કે, હું તો ઘરેથી મોક્ષ માટે નિકળ્યો હતો, પરંતુ 1962માં થયેલા ચાઈના સાથેના યુદ્ધે જીવનમાં ક્રાંતિ આંણી અને મોક્ષ ભૂલી રાષ્ટ્રવાદ હાથમાં લીધો. પદ્મભૂષણ માટે મારી પસંગી માટે સૌથી પહેલો આભાર કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માનું છું. બીજો આભાર ગુજરાત સરકારનો જેણે મારી પસંદગીને અનુમતી આપી હશે. ત્રીજો આભાર મારા ચાહકોનો અને સૌથી મોટો આભાર પરમકૃપાળુ પરમાત્માનો માનું છુ. હું તો સાવ સામાન્ય માણસ છું