આજે 21મી ફેબ્રુઆરી- માતૃભાષા દિન- માતૃભાષા ગુજરાતીનો જય હો.. જયય હો.. જય હો…!

આજે 21ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિનના પુનિત અને ગૌરવપૂર્ણ અવસરે  ગુજરાત ટાઈમ્સ અમેરિકાસહિત આખા વિશ્વમાં વસતા તમામ ગુજરાતી ભાઈ- બહેનો , માતા- પિતા અને વડીલોને   આદર સાથે વંદન કરીને શુભકામના પાઠવે છે.

આદિ કવિ નરસિંહ મહેતા, વીર નર્મદ, ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક રણજીતરામ વાવાભાઈ, ગોવર્ધનરામ ત્રિપાઠી , આનંદશંકર ધ્રુવ, રમણભાઈ નીલકંઠ, અખો, દયારામ, કવિ દલપતરામ, કવિ નાનાલાલ, પ્રેમાનંદ, કલાપી, કાન્ત, નવલરામ, ઝવરેચંદ મેઘાણી, ર.વ. દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, કાકાસાહેબ કાલેલકર, કનૈયાલાલ મુનશી, કવિવર સુંદરમ્ , ઉમાશંકર જોષી. મમિભાઈ નભુભાઈ દ્વિવેદી, નરિસંહરાવ દીવેટિયા, બ.ક. ઠાકોર, નિરંજન ભગત,રાજેન્દ્ર શાહ,  રમેશ પારેખ, અનિલ જોષી, સુરેશ દલાલ, હરીન્દ્ર દવે, ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ, રઘુવીર ચૌધરી, સુરેશ જોષી, ચંદ્રકાન્ત બક્ષી, મધુ રાય, મનુભાઈ પંચોળી- દર્શક, વિનોદિની નીલકંઠ, કુંદનિકા કાપડિયા, ધીરુબહેન પટેલ, વર્ષા અડાલજા, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ, મલયાનિલ, ગુલાબદાસ બ્રોકર, પ્રિયકાન્ત મણિયાર, આદિલ મન્સૂરી, અમૃત ઘાયલ, શયદા, સૈફ પાલનપુરી, શૂન્ય પાલનપુરી, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ ,  કવિ ખબરદાર, કવિ  દુલા ભાયા કાગ, પીતાંબર પટેલ, જયંત ખત્રી, ધ્રુવ ભટ્ટ , અશ્વિની ભટ્ટ, હરકિસન મહેતા, બરકત વિરાણી, ગની દહીંવાલા, શોભિત દેસાઈ, નીનુ મજુમદાર, પન્ના નાયક , પ્રીતિ સેનગુપ્તા, જયોતીન્દ્ર દવે, રાજેન્દ્ર શુકલ, શ્યામ સાધુ, મનોજ ખંડેરિયા, રાધેશ્યામ શર્મા, ચિનુ મોદી, મનહર મોદી, વીનેશ અંતાણી, રામનારાયણ વિશ્વનાથ પાઠક, ગુલામ મહંંમદ શેખ, લીલાવતી મુનશી, સરોજ પાઠક, ભગવતીકુમાર શર્મા, નયન દેસાઈ, પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ, સંગીતકાર અવિનાશ વ્યાસ, કનુ દેસાઈ, ઈન્દુલાલ યાજ્ઞિક, કિસનસિંહ ચાવડા, સ્વામી આનંદ અને ….ગુજરાતી ભાષાને, સાહિત્યને ,લલિત કલાને, ગુજરાતી સંસ્કાર- રીતિને ,ગુજરાતના ઉજ્જવલ ઈતિહાસ અને પરંપરાને, આપણા અમૂલ્ય સંસ્કાર વારસાને દિલોજાનથી ચાહનારા, એ માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા આપણા સર્વદા  વંદનીય  તમામ  પૂર્વજોની પુનિત પાવન સ્મૃતિને ગૌરવભેર  વંદન કરીએ છીએ.. ગુજરાતી ભાષાને ધબકતી રાખવાનો સ્નેહપૂર્ણ પુરુષાર્થ કરનારા નામી- અનામી સહુને યાદ કરીને હૃદયથી, રોમરોમમાં ધબકતા રકતના રણકારથી જયનાદ કરીએ છીએ…જય હો.. આપણી માતૃભાષા ગુજરાતીનો અત્ર તત્ર સર્વત્ર  જયજયકાર હો…

 

આપ સહુને માતૃભાષા દિનની મબલક શુભકામનાઓ…