આજે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા રામ- મંદિર ટ્રસ્ટની ઘોષણા કરી- શ્રીરામ જન્મભૂમિ તીર્થ-ક્ષેત્ર ને સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવેલી 67 એકર જમીન આપવામાં આવશેઃ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનું ભવ્ય મંદિર નિર્માણ કરાશે…

0
704

 

             આજે સંસદમાં વડાપ્રધાન મોદીએ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર,રામ- મંદિર ટ્રસ્ટની ઘોષણા કરી હતી. શ્રીરામ જન્મભૂમિ-તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ચેરમને તરીકે સુપ્રીમ કોર્ટમાં મંદિર અંગેના વિવાદ પરત્વે લડાયેલા કેસમાં હિંદુ પક્ષની રજૂઆત કરનારા બાહોશ અને રામભક્ત વકીલ શ્રી કે. પારાશરનની નિમણૂક કરવામાં આવી હતી. તેમના સિવાય એક મઠના શંકરાચાર્ય તેમજ અન્ય ચાર ધર્મગુરુઓની પણ ટ્રસ્ટમાં સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી. આ ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમના નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. 

   વિરોધપક્ષો એવું માની રહ્યા છેકે, દિલ્હીના હિન્દુ મતદારોને આકર્ષવા માટે ભાજપે આ દાવ ખેલ્યો છે. મતદાનના ચાર દિવસ અગાઉ જ વડાપ્રધાને ભવ્ય મંદિરની તેમજ તેના ટ્રસ્ટની ઘોષણા કરીને દિલ્હીના લોકોમાં હિંદુ ધર્મની સંવેદના પ્રસરાવવાનો પ્રયાસ કર્યો છે.