આજે કેનેડામાં જી-7 સમિટ -યુએસ, કેનેડા, ફ્રાન્સ, જર્મની , જાપાન, ઈટાલી , યુકે અને ઈયુ ( યુરોપિયન યુનિયન) મળી રહ્યા છે…ટ્ર્મ્પની આયાતનીતિ ( ઈમ્પોર્ટ ડ્યુટી) સામે વિરોધનો વંટોળ !

0
780
Reuters

આજે  કેનેડામાં જી-7 સમિટનો આરંભ થઈ રહ્યોછે. આ પ્રસંગે ટ્રમ્પે કેટલાક રાષ્ટ્ર પર લાદેલી ઈમ્પોર્ટ ડ્યુટીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગત સપ્તાહે અમેરિકાએ કેનેડા, યુરોપિયન યુનિયન તેમજ મેક્સિકો પર સ્ટીલ અને એલ્યુમિનિયમ એકસ્પોર્ટ ટેકસ લગાવવાનો આદેશ જારી કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, અમેરિકાની સુરક્ષાને નજર સમક્ષ રાખીને પોતે આ નિર્ણય લીધો હતો. ઈસ્ટ કેનેડાના કયુબેક શહેરમાં આજે ટ્રેડ વોર સંબંધિત વિરોધ પ્રદર્શનો  થઈ રહ્યા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેને઼ડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો અંગે કરેલી ટિપ્પણી બાબત પણ વિવાદ થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું