આજથી સંસદનું બજેટ સત્ર શરૂઃ મોદી સરકારના દ્વિતીય શાસનકાળનું બજેટ નાણાંમંત્રી નિર્મલા સીતારમણ પેશ કરશે…

0
772

 

   રાષ્ટ્રપતિ આદરણીય રામનાથ કોવિંદજીએ સંસદના  બન્ને ગૃહોના સભ્યોને સંબોધન કર્યું હતું. આ સંબોધનને અભિભાષણ કહેવામાં આવે છે. આદરણીય રાષ્ટ્રપતિ કોવિંદજીએ જણાવ્યું હતું કે, આ દશક ભારત માટે અતિ મહત્વનું  દશક છે. આ દશક માં આપણી આઝાદીને 75 વરસ પૂરાં થયા. મારી સરકાર ( મોદી સરકાર) ના પ્રયાસોથી આ સદીને ભારતની સદી બનાવવવાનો મજબૂત પાયો નાખલામાં આવી રહ્યો છે. લોકસભાના પહેલા સત્રની કામગીરી વિક્રમજનક રહી હતી. મુસ્લિમ મહિલાઓને ન્યાય અપાવતો 3 તલાકનો કાયદો , અનિયમિત જમા યોજના  પ્રતિબંધ કાયદો, ચિટફંડ સુધારા કાયદો, યૌન શોષણના ગુનાઓની સજા ક઼ડક કરતા કાયદાઓ વગેરે ઐતિહાસિક કહેવાય એવા કાનૂન બનાવવામાં આવ્યા હતા. 

  રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, રામ જન્મભૂમિ પર ચુકાદોઆવ્યા બાદ ભારતની જનતાએ જે પરિપકવતાને પરિચય આપ્યો છે, તે વખાણવા યોગ્ય છે.21મી સદીના ત્રીજા દસકના આરંભમાં સંસદના સંયુક્ત સત્રને સંબોધતાં મને આનંદની લાગણી થઈ રહી છે. મારી સરકાર સબ કા સાથ, સબકા  વિકાસ અને સબકા વિશ્વાસના આદર્શ પર ચાલીને પૂરી નિષ્ઠાથી પોતાની કામગીરી બજાવી રહી છે. 

    તેમણે  વધુમાં જણાવ્યું હતું કે, મારી સરકારની યોજનાઓ દરેક ધર્મના ગરીબોને સુવિધાઓ પહોંચાડી રહી છે. જમ્મુ- કાશમીરની પ્રજાને દેશના અન્ય લોકોની જેમ આધિકારો મળ્યા છે. 2018ના અંતમાં જમ્મુ- કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ હતી.  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીએ સંસદના પોતાના વકતવ્ય દરમિયાન સીએએ કાનૂનનો ઉલ્લેખ કર્યો ત્યારે સાંસદોએ ઘોંઘાટ- હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષના સભ્યોએ નારાઓ પોકાર્યા હતા. વાતાવરણ થોડા સમય માટે ઉશ્કેરાટભર્યું બની ગયું હતું. સીએેએના કાનૂન અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ગાંધીજીએ એકવાર કહ્યું હતુ કે, પાકિસ્તાનમાં વસનારા હિંદુ અને શીખો જો પાકિસ્તાનમાં રહેવા ના માગતા હોય તો તેઓ ગમે ત્યારે ભારત પરત આવી શકે છે.