આજથી શરૂ થાય છે : બે હિન્દી ફિલ્મો – જવાની જાનેમન અને હેપ્પી હાર્ડી એન્ડ હીર. 

0
1285

 

         નિર્માતા જેકી ભગનાની અને નિર્દેશક નીતિન કકકરે નિર્દેશન કર્યું છે. સૈફ અલી ખાન, તબુ મુખ્ય ભૂમિકા ભજવે છે. જવાની જાનેમન એક રોમેનિ્ટક હળવીફૂલ કોમેડી છે. આ ફિલ્મમાં ચન્કી પાંડે પણ મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મમાં કોમેડિયન કિકુ શારદા પણ હાસ્ય ભૂમિકા ભજવે છે. ધણા લાંબા સમય બાદ દર્શકોને ફરીદા જલાલ પણ જોવા મળશે. 

  બીજી ફિલ્મનું નામ છે : હેપ્પી હાર્ડી એન્ડ હીર . આ ફિલ્મમાં હીરોની ભૂમિકામાં છે. .  હિમેશ રેશમિયા. આ ફિલ્મ પણ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ જ છે. જેનું સંગીત હિમેશ રેશમિયાએ જ તૈયાર કર્યું છે. રેલ્વે સ્ટેશન પર ગાઈને રાતોરાત પ્રખ્યાત બની ગયેલી રાનુ મંડલે પણ એક ગીત ગાયું છે. હિમેશ રેશમિયાએ અગાઉ પણ પોતાના નિર્માણવાળી ફિલ્મોમાં હીરોની ભૂમિકા ભજવી છે, પણ મોટેભાગે તેઓ અભિનેતા તરીકે નિષ્ફળ અને સંગીતકાર તરીકે સફળ રહ્યા છે.