
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, જનરલ બિપિન રાવતે ભારતીય સૈન્ય માંથી એક લાખ સૈનિકોની સંખ્યા ઓછી કરવાનુું સ્ટેન્ડિંગ કમિટીને જણાવી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે, જયારે જનરલ વીપી. મલિક આર્મી ચીફ હતા, ત્યારે તેમણે 50, 000 સૈનિકો ઓછા કરવાનું વિચાર્યું હતુ..જનરલ રાવતે કહ્યું હતું ભારતીૂય લશ્કરમાં સૈનિકોની સંખ્યા ઘટાડવાનું કામ પૂરું થયા બાદ તેનાથી જે નાણાં બચ્યા હશે તેનો ઉપયોગ લશ્કરમાં ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાના કાર્યમાં તેનો ઉપયોગ કરવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીનો અહેવાલ ગત મહિને સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. હાલમાં ભારતીય સેનામાં લગભગ 14 લાખ સૈનિકો છે. ભારતીય સેનામાં રિસ્ટ્રક્ચરિંગ પ્રક્રિયા ચાલી રહી છે. જનરલ રાવતે સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યું હતું કે, અમે વધુ પાયદળ (ઈન્ફેન્ટ્રી સૈનિકો ) પર અમારું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. ખરેખર તો તેઓ જ સરહદની દેખરેખ રાખે છે. અમારી પ્રાથમિકતા તેમને આધુનિક રાઈફલ આપવાની છે. અમે તેમને આધુનિક સર્વેલન્સ સિસ્ટમ આપવા માગીએ છીએ. અમે આપણા આ પાયદળને વધુ સક્ષમ બનાવવા માગીએ છીએ. અમે સૈનિકોને ટેકનોલોજીની વધુ સુવિધા આપવા ઈચ્છીએ છીએ. અમે અમારી લોડિસ્ટીક ટેલને ઓછી કરવા માટે આઈબીજી ( ઈન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ ) કોન્સેપ્ટ પર કામ કરી રહ્યા છીએ.