આગામી 26 જુલાઈ , 2019ના રિલિઝ થશે હૃતિક રોશનની મહત્વાકાંક્ષી ફિલ્મ – સુપર-30

0
542

બોલીવુડના ધરખમ પ્રતિભાશાળી અને સોહામણા અભિનેતા તેમજ મનમોહક – અનન્ય ડાન્સર તરીકે એકજ વ્યક્તિનું નામ લઈ શકાય- એ છે – અભિનેતા હૃતિક રોશન.પોતાની ડેબ્યુ ફિલ્મ કહોના પ્યાર હૈ થી જ સુપર સ્ટાર બનીજનાર , લાખો દર્શકોના દિલમાં સ્થાન મેળવનાર હૃતિ્કની ફિલ્મ ઘણા સમયથી આવી નથી. છેલ્લે આવેલી તેની ફિલ્મ કાબિલ સારી હતી, પ્રેક્ષકોને ગમી પણ હતી, પણ એનો ઝાઝો ઉલ્લેખ થયો નહિ. આશુતોષ ગોવારીકરની ફિલ્મ મોહનજો દરોમાં હૃતિકનો અભિનય સારો હતો, પણ ફિલ્મ ટિકિટબારી પર નિષ્ફળતાને વરી.હૃતિક હવે જે બાયોપિકમાં આવી રહ્યો છે એ એક આદર્શ શિક્ષકની કથા છે. બાળકોને ગણિત શીખવતા એક અદભૂત આદર્શવાદી શિક્ષકની વાર્તા છે. હૃતિકે આપાત્ર ભજવવા માટે ખૂબ જ મહેનત કરી છે. પાત્રને સમજવા માટે એ જે પરિશ્રમ કરે છે, જે રીતે પોતાના પાત્રની નાની- મોટીા ખૂબીઓ – ખામીઓને આત્મસાત કરે છે એ પ્રશંસનીય છે. એના ચાહકો કાગડોળે એની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આફિલ્મનો પ્રથમ લુક અગાઉ જ જાહેર થઈ ગયો હતો. જે દર્શકોને બહુજ ગમ્યો હતો.