આગામી 25 માર્ચથી શરૂ થશે કોમેડિયન કપિલ શર્માનો નવો ટીવી શો ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા

0
1045

 

IANS

અનેક વિવાદોમાં ધેરાયા બાદ જાણીતા કોમેડિયન કપિલ શર્માનો કોમેડી શો ટીવી ચેનલ પરથી અદ્રશ્ય થયો હતો. કપિલને ચાહનારા હજારો પ્રેક્ષકો નિરાશ થયા હતા. આમ પણ હિન્દી ફિલ્મો હોય કે ટીવી સિરિયલો હોય- હાસ્યનું તત્વ આપણા મનોરંજનમાં બહુ જૂજ નજરે પડતું હોય છે. આ નવા શોમાં કપિલ શર્માં સાથે અભિનેત્રી નેહા પેંડસે હોસ્ટ તરીકે આવી રહી છે. નેહા હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ , મરાઠી ભાષાની ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. નેહાની સાથે આ શોમાં કીકુ શારદા અને ચંદન પ્રભાકર પણ જુદી જુદી ભૂમિકા ભજવતા નજરે પડશે.