
દીર્ઘ સમયના અવરોધ બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન વચ્ચે 16મી જુલાઈના શિખર મંત્રણા યોજાઈ રહી છે. આ શિખર મંત્રણા ફિનલેન્ડની રાજધાની હેલસિન્કીમાં યોજાઈ રહી છે. 11 અને 12 જુલાઈના યોજાયેલી નાટો ( નોર્થ એટલાન્ટિક ટ્રિટી ઓર્ગેનાઈઝેશન)ની શિખર મંત્રણા પૂર્ણ થયા બાદ ટ્રમ્પ અને પુટિન વચ્ચે મુલાકાત યોજાશે. આ મંત્રણા દરમિયાન બન્ને નેતાઓ અમેરિકા અને રશિયાના પારસ્પરિક સંબંધો અને રાષ્ટ્રીય સુરક્ષાના વિષયો ચર્ચાય એવી સંભાવના છે.રશિયા અને અમેરિકાએ આ મુલાકાતનો સમય અને સ્થળની જાહેરાત એકસાથે કરી હતી.