આગામી ફિલ્મ ‘સાહો’માં શ્રદ્ધા કપૂરની ફર્સ્ટ લુક રિલીઝ

અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી ફિલ્મ ‘સાહો’ આવી રહી છે. આ ફિલ્મમાં તે બાહુબલિના અભિનેતા પ્રભાસ સાથે અભિનય કરી રહી છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરનો ફર્સ્ટ લુક રિલીઝ થયો છે. આ ફિલ્મ માટે શ્રદ્ધાએ ખાસ તેલુગુ ભાષા શીખવનારની વ્યવસ્થા કરી છે. શ્રદ્ધા કપૂર કહે છે કે મને આ ભાષા શીખવામાં અનેરો આનંદ આવે છે.
ફર્સ્ટ લુકમાં શ્રદ્ધા કપૂરે મરૂન કલરનું શર્ટ પહેર્યું છે. જોકે ફર્સ્ટ લુક પરથી શ્રદ્ધા કપૂરના પાત્રનો ખ્યાલ આવતો નથી. શ્રદ્ધાની મેક-અપ આર્ટિસ્ટ શ્રદ્ધા નાઇકે ઇન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, ‘શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સાહો’નો ફર્સ્ટ લુક… પ્રભાસ સાથે અને નવી ટીમ સાથે કામ કરી રહી છે. મને મારું કામ કરવામાં અનેરો આનંદ આવે છે. થેન્કસ યુનિવર્સ.’
આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દીમાં એમ ત્રણ ભાષામાં બની રહી છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીમાં રજૂ કરવાની સર્જકોનું આયોજન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here