આગામી  આઠ વર્ષમાં આખી દુનિયામાં સૌથી વધુ વસ્તી  ભારતમાં હશે ..

0
1001

 

યુએનના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, વસ્તી બાબતે ચીનને પાછળ રાખીને ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દુનિયાનો દેશ બની જશે. ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ -2019માં જણાવ્યા અનુસાર, 2019માં ભારતની વસ્તી અંદાજે 1.37 અબજ છે, જયારે ચીનની વસ્તી 1.43 અબજ છે.ઉપરોક્ત અહેવાલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, 2050 સુધીમાં દુનિયાની વસ્તીમાં બે અબજ લોકોનો વધારો થવાનો છે. 2050 સુધીમાં વિશ્વના 55 દેશોમાં વસ્તી ઓછામાં ઓછી એક ટકો ઘટી શકે છે. ઘણા બધા દેશોમાં વસ્તી ઘટવાના ટ્રેન્ડ પાછળ ખરાબ જન્મદરને ગણવામાં આવી રહ્યો છે. ચીનમાં 2050 સુધીમાં 2.2 ટકા કે 3.14 ટકા સુધી વસ્તી ઘટાડો થશે એવું માનવામાં આવી રહ્યું છે.