આગામી આંતરરાષ્ટ્રીય યોગા ડેની તૈયારીઓ ચાલી રહી છે

0
786
Photo: Reuters

આ મહિને ઈન્ટરનેશનલ યોગ દિ્વસ આવી રહ્યો છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વના  લોકોને જીવનમાં યોગને સ્થાન આપવ માટેો વારંવાર અનુરોધ કર્યો છે. સમગ્ર જગતને યોગપ્રિરત કરવાના ઉમદા આશયથી વડાપ્રધાન મોદી એ ત્રિકોણાસન બાદ પોતાનો બીજો  એનિમેટેડ વિડિયો લેયર કર્યો હતો. આ એનિમેટેડ વિડિયોમાં તડાસનના લાભો અને તડાસન કરવાૈની પધ્ધતિ બતાવવામાં આવી છે. એનિમેટેડ વિડિયોમાં વાદળી રંગનાં ટી- શર્ટ અને કાળા રંગના ટ્રેક પેન્ટમાં તેઓ જોવા મળે ઠછે. વડાપ્રધાન મોદીએ લખ્યું છેકે, આ તડાસન કરવાથી વ્યક્તિ શારિરીક અને માનસિક રીતે સંતુલિત થાય છે. આ આસન શરીરને સંપૂર્ણ લચીલું બનાવે છે. આ યોગાસન સૂક્ષ્મ સ્નાયુઓમાં સુગમતા લાવે છે. શરીર હળવું અને મોકળાશ અનુભવતું બને છે. આ યોગાસન નિયમિત કરવાથી વ્યક્તિની સુંદરતા માં વધુ નિખાર આવે છે. વળી આ આસન શરીરનું વજન ઘટાડવામાં પણ મદદરૂપ બને્ છે.