આખા દેશમાં અત્યારે માફીની મોસમ ચાલે છે…

0
808

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી બાદ આવેલાં પરિણામોએ ભલભલા રાજકીય પંડિતોને વિચારતા કરી દીધા છે. ગુજરાતમાં તે ઠેઠ 1995થી ભાજપની સરકાર છે. એટલે કે છેલ્લા 23 વરસથી ગુજરાતમાં ભાજપની સરકાર કામગીરી બજાવી રહ્યો છે. આમ છતાં હજી ગુજરાતની પ્રજાની અનેક સાર્વજનિક સમસ્યાઓને ઉકેલ આવવો બાકી છે. મધ્યપ્રદેશના કોંગી મુખ્યપ્રધાન કમલનાથે્ સત્તાના સૂત્રો અખત્યાર કર્યાપછી રાજયના ખેડૂતોને તેમના તમામ દેવામાંથી મુકિત આપી દીધી હતી. હવે ભાજપ સરકારે ગુજરાતના ખેડૂતોનું તમામ   લેણું માફ કરી દેવાનો નિર્ણય લીધો હતો. સરકારો ખેડૂતોના કલ્યાણ માટેની અનેક યોજનાએ અમલમાં લાવે છે, છતાં એ યોજનાઓની સફળતાના ફળ ખેડૂતો સુધી પહોંચતા જ નથી. ગુજરાત રાજયમાં સરેરાશ રૂા. 38,100 કરોડનું દેવું છે અને રાજ્યમાં 16 લાખ, 74 હજાર ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ગુજરાતમાં ખેતી સાથે સંકળાયેલા 42.6 ટકા પરિવારો દેવાગ્રસ્ત છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here