આખા ડાંગનો નજારો જોવો હોય તો રૂપગઢ પહોંચી જાઓ

0
1077

ફોટોગ્રાફી માટે હું ‘રૂપગઢ’ જવા રવાના થયો. ખાસ કરીને શિયાળામાં તો આ ટ્રેકની મજા જ કંઈક અલગ છે. રૂપગઢ કાલિબેલ પાસેના વિસ્તારમાં આવેલું છે. રૂપગઢનો રસ્તો ખૂબ જ ગૂંચવાડાભર્યો (ભુલભુલૈયા) હોવાથી ગ્રામવાસીઓને સાથે લઈ જવા જ યોગ્ય છે. ટ્રેકનો બેઝ જ એટલો સુંદર છે કે ત્યાં ફોટોગ્રાફર પોતાનો ફોટો લેતાં અટકાવી નહિ શકે. આદિવાસીઓ ઢોર ચરાવે અને ખાલી રસ્તાઓ એક કેન્વાસ જેવું પાત્ર ભજવી શકે. ફોટોગ્રાફર માટે જેમાં કંઈક નાની અને નવીન વસ્તુ પણ દેખાય તો એ અદ્ભુત ફોટો બની શકે. રૂપગઢમાં મોટા મોટા ઝાડના થડમાં છુપાયેલી ડિઝાઇનો અદ્ભુત છે, જે એબ્સટ્રેક્ટ ફોટોગ્રાફી માટે ઉત્તમ છે. પતંગિયાં, નવા નવા જીવો પણ ઘણાં જોવા મળે. ઉપર ચઢતાં જાવ તેમ લેન્ડસ્કેપિંગ માટે નજારો મળતો જાય. રૂપગઢની ટોચ પર એક નાનું તળાવ આખા ટ્રેકની સૌથી ઉત્તમ અને રમણીય વાત છે, જ્યાંથી આખા ડાંગનો નજારો દેખાય. નાનાં નાનાં ગામો ઝાડપાનની ચાદરમાં લપેટાયેલા દેખાય અને સ્વર્ગનો અહેસાસ થાય. રમકડાં જેવા ગામો અને સુંદર જંગલ આપણને પરીની દુનિયામાં હોવાનો અહેસાસ ચોક્કસ કરાવે. રૂપગઢ ખરી રીતે કુદરતી સૌંદર્ય માણવાનો લહાવો છે.

લેખક ટ્રાવેલ ફોટોગ્રાફર છે.