આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન તોડ્યું …કઠુઆ ગેન્ગ રેપ મામલે  પહેલુંવહેલું નિવેદન

0
609

 

જમ્મુ – કાશ્મીરમાં કઠુઆ ખાતે એક 8 વરસની માસૂમ બાળકી પર સામૂહિક બળાત્કાર અને તેની કરપીણ હત્યાની ઘટનાને મહિનાઓ વિતી ગયા બાદ આખરે વડાપ્રધાને આ મામલા બાબત પોતાનું નિવેદન કર્યું છે. એક કાર્યક્રમમાં વકતવવ્ય આપતાં તેમણે કહ્યું હતું કે, ગુનેગારોને આકરી સજા કરવામાં આવશે.કોઈને છોડવામાં નહિ આવે. કોઈનો નામનો ઉલ્લેખ કર્યા વિના તેમણે કહ્યું હતું કે, દેશના કોઈપણ હિસ્સામાં બનતી આવી ઘટનાઓ આપણી માનવીય સંવેદનાને હચમચાવી મૂકે છે. હું દેશની જનતાને વિશ્વાસપૂર્વક કહું છું કે, કોઈ જ ગુનેગાર બચી નહિ શકે, પૂરેપૂરો ન્યાય કરવામાં આવશે. આપણા સમાજની આ આંતરિક બુરાઈનો આપણે  સહુએ સાથે મળીને અંત લાવવો પડશે. આ કિસ્સામાં સંકળાયેલા જમ્મુ- કાશ્મીર સરકારના બે ભારતીય જનતા પક્ષના પ્રધાનોએ રાજીનામાં આપી દીધાં છે. કઠુઆ ગેન્ગ રેપના ગુનેગારોને સમર્થન આપવામાટે હિંદુ એકતા મંચ દ્વારા યોજવામાં આવેલી રેલીમાં ભાજપના પ્રધાન પ્રકાશચંદ્ર પણ સામેલ થયા હતા.