આખરે પીએનબી બેન્ક કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ …

0
736

પંજાબ નેશનલ બેન્કમાંથી 13 હજાર કરોડ રૂપિયાની  ઉચાપત કરનાર મુખ્ય આરોપી ઝવેરાતના અગ્રણી વેપારી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર સત્તાવાર સૂત્રો દ્વારા પાપ્ત થયા હતા. નીરવ મોદી ભારતમાંથી ફરાર થયા બાદ વિવધ શહેરોમાં સંતાતો ફરતો હતો. તાજેતરમાં જ વેસ્ટમિનસ્ટર કોર્ટે તેના નામનું ધરપકડ વોરન્ટ ઝારી કર્યું હતું. બુધવારે બપોરના સુમારે પોલીસતંત્ર દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે 9 દિવસ સધી નીરવને પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.છેલ્લા 13 મહિનાથી ભારતમાંથી ફરાર થઈને નાસતા રહોલા નીરવને આખરે કાયદાની સામે ઝુકવું જ પડયું છે. ગુનેગાર ભલે દુનિયાના કોઈપણ ખૂણે સંતાઈ જાય પોલીસની તીક્ષ્ણ અને સચોટ નજર એને પકડી જ લે છે