આખરે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કાશ્મીરના મુદે્ પોતાની હાર સ્વીકારી ઃઆંતરરાષ્ટ્રીય તખ્તા પર એમની રજૂઆતોને સદંતર નિષ્ફળતા જ મળી

0
1153

પાકિસેતાનના વજીરે આઝમ(વડાપ્રધાન) ઈમરાન ખાન કાશ્મીરનો મુદો્ દુનિયાના અનેક રાષ્ટ્રો સમક્ષ રજૂ કરતાં રહ્યા છે, પણ કોઈએ એમની વાત કાને ધરી નથી. અલગ અલગ મંચ પર પરાજય મળ્યા બાદ હવે તેમણે એવાતનો સ્વીકાર કર્યો હતો કે, પાકિસ્તાન કાશ્મીરના મુદા્નું આંતરરાષ્ટ્રીયકરણ કરવાના પોતાના પ્રયાસોમાં સફળ થયું નથી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ આ મુદા્ પરત્વે આંતરરાષ્ટ્રીય સમુદાયના વલણથી નિરાશ થયા છે. જમ્મુ- કાશ્મીરમાંથી ભારતની સંસદે 370 કલમ રદ કરીને વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દીધા બાદ પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાન ધુંધવાઈ રહ્યું છે. તેણે ભારત વિરુધ્ધ વિશવમાં ખોટોપ્રચાર અને રજૂઆતો કરીને જગતના દેશોને ઉશ્કેરવાનો બહુ પ્રયાસ કર્યો, પણ કોઈએ  એને પ્રતિસાદ આપ્યો નહિ. ઈમરાન ખાને જણાવ્યું હતું કે, જો યુરોપિયન, યહૂદી કે અમેરિકનોને નજર કેદ રાખવામાં આવ્યા હોત તો ત્યારેશું આવી પ્રતિક્રિયા હોત??કાશ્મીરમાંથી કરફ્યુ હટાવાયા બાદ શું થશે એની ખબર નથી. ઈમરાન ખાને ભારતના આર્થિક મોભાનો અને વૈશ્વિક હેસિયતનો સ્વીકાર કરી લઈને કહ્યું હતું કે, ભારતમાં 130 કરોડ લોકો વસે છે, ભારતમાં વ્યાપારિક બજારની ક્ષમતાને નજરમાં રાખવામાં આવે છે, એટલે કાશ્મીર વિષેના પાકિસ્તાનના વલણને કોઈ ગણકારતું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here