આખરે કોંગ્રેસ છોડીને ગ્વાલિયરના મહારાજા જયોતિદિત્ય સિંધિયા ભાજપમાં વિધિવત્ સામેલ થઈ ગયા .. મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર ડામાડોળ સ્થિતિમાં..

0
1095

   કોંગ્રસના મહત્વના નેતા જયોતિ્ર્રાદિત્ય સિંધિયાએ ભોપાળથી દિલ્હી સુધી કોંગ્રેસને ડામાડોળ કરી નાખી …આજે બપોરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી. નડ્ડાની હાજરીમાં તેઓ વિધિસર ભાજપમાં જોડાઈ ગયા છે. જે પી નડ્ડાએ સિંધિયાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ભાજપમાં જયોતિર્રાદિત્ય સિંધિયાને આવકારતાં જે પી નડ્ડાએ ગ્વાલિયરના મહારાણી સદગત વિજયા રાજે સિંધિયાના યોગદાનનો તેમજ તેમની યશસ્વી કામગીરીને બિરદાવી હતી. જયોતિર્રાદિત્ય સિંધિયાના ફોઈ વસુંધરા રાજે સિંધિયા ભાજપના કદાવર નેતા છે. તેઓ રાજસ્થાનના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. 

 ગત 9 માર્ચે સિંધિયાએ કોંગ્રેસના પ્રથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે તેમનું રાજીનામું કોંગ્રસના અધ્યક્ષ સોનિયા ગાંધીને સુપરત કર્યું હતું. સિંધિયાના સમર્થક ગણાતા 22 જેટલા વિધાનસભ્યોએ પણ પોતાનું રાજીનામું આપી દીધું હતું.

 આગામી 26મી માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આગામી રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના નવ ઉમેદવારોની જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાના નામની જાહેરાત કરવામાં આવી હતી. મધ્યપ્રદેશમાંથી જયોતિરાદિત્ય સિંધિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજયસભાની ચૂંટણી પત્યા બાદ જયોતિરાદિત્ય સિંધિયાને કેન્દ્રીય પ્રધાનમંડળમાં કોઈ મહત્વનું ખાતું સોંપીને પ્રધાન બનાવવમાં આવશે એવી માહિતી સત્તાવાર સૂત્રો દ્વારા મળી હતી.