આખરે કંગના રનૌત જ સીતાની ભૂમિકા ભજવશેઃ નિર્દેશક અલૌકિક દેસાઈએ કરી ઘોષણા …

 

 સીતા – એક અવતાર નામક ફિલ્મમાં સીતાજીની ભૂમિકા માટે  થોડા સમય અગાઉ એવી વાત ચર્ચાતી હતી કે, અભિનેત્રી કરીના કપુર  આ પાત્ર ભજવશે. સીતાની ભૂમિકા માટે એક અનુભવી તેમજ પ્રતિભાસંપન્ન , તેમજ સુંદર વ્યક્તિત્વ ધરાવતી અભિનેત્રીની આવશ્યકતા હતી. પરંતુ   એવી માહિતી જાણવા મળી હતી કે, સીતાની ભૂમિકા ભજવવા માટે કરીના કપુરે 12 કરોડ રૂપિયાની  માગણી કરી હતી. પુરુષ અભિનેતાને જો મોં માગ્યું મહેનતાણું આપવામાં આવતું હોય તો અભિનેત્રીની સાથે મહેનતાણાની બાબતે ભેદભાવ કેમ કરવામાં આવી રહ્યો છે, કોઈકે તો આ માટે પહેલ કરવી જ જોઈએ- એવું માનતી કરીના કપુરે ફિલ્મમાં હીરોઈનની ભૂમિકા ભજવવા માટે પોતે 12 કરોડનો ચાર્જ લેશે એવી વાત કરતા ફિલ્મના નિર્માતા- નિર્દેશકો ડઘાઈ જ ગયા હતા. કરીના કપુર અનુભવી, સોહામણી અને પ્રતિભાશાળી અભિનેત્રી છે. કદાચ બોલીવુડમાં એની ફિલ્મનું માર્કેટ પણ ઊંચું હોય છે. એના નામથી ફિલ્મને વિતરકો અને થિયેટર – બન્ને મળી રહે એ સ્વાભાવિક છે. એ સાથે સાથે ફિલ્મ દર્શકોને પણ ખેંચી લાવે એ એટલું જ સ્વાભાવિક છે. પરંતુ જયારે સીતાની ભૂમિકા માટે કંગના રનૌત તૈયાર હોય ત્યારે એની અભિનયક્ષમતા અને પ્રતિભા-શકિત સામે કરીના ટકી ના શકે ચાર ચાર વખત બેસ્ટ અભિનેત્રીનો  નેશનલ એવોર્ડ હાંસલ કરનારી પદ્મશ્રી કંગના રનૌતે અત્યાર સુધીમાં જે જે ભૂમિકાઓ ભજવી છે તો મોટેભાગે બધી પ્રશંસનીય અને લાજવાબ રહી છે..સીતા- એક અવતારના નિર્દેશક અલૌકિક દેસાઈ ના જણાવ્યા અનુસાર, સીતાની ભૂમિકા માટે  કંગનાનો  એકરાર મને પ્રોત્સાહિત કરે છે. સીતા એક એવું૆ પવિત્ર  ચરિત્ર છે, જેને આજદિન સુધી કદી રજૂ કરવામાં આવ્યું નથી. હવે એ રજૂ કરાશે આ પવિત્ર ફિલ્મ યાત્રા આપણા પૌરાણિક કથાનકોને જોવાના પરંપરાગત દ્રષ્ટિકોણને જ બદલી નાખશે. ફિલ્મની નિર્માત્રી સલોની શર્માએ તેમનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે. સીતાની ભૂમિકા ભજવવા માટે કંગનાે હા પાડી આ જણીને હું એટલી ખુશ થઈ છું કે, મારી ખુશીને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો જ નથી…કંગના રનૌત- એક અદભૂત અભિનેત્રી છે..અપ્રતિમ કલાકાર છે, ભારતીય મહિલાઓની ભાવના અને જીવનનું પ્રતીક છે. તે નીડર છે. સાહસિક છે, પડકારો ઝીલી શકે છે. હવે એ સમય આવી ગયો છેકે મહિલાઓ પણ હવે સમાનતાનો અવસર મનાવે…કંગના રનૌત- બોલીવુડ ડિવા છે..હિંદી ફિલ્મ જગતમાં સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંના એક  છે. 

 સીતા- એક એવતાર ફિલ્મના લેખક વિજયેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતું કે, સીતાની ભૂમિકા ભજવવા માટે તેમની પસંદગી અન્ય કોઈ જ અભિનેત્રી નહિ, પણ કંગના રનૌત જ છે. 

 કંગના રનૌતની બહેન રંગોલીએ તાજેતરમાં સોશ્યલ મિડિયા પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં 13 વરસની ઉંમરે કંગના સ્કૂલના એક નાટકમાં સીતા બની હતી. 

 કંગના રનૌતની ફિલ્મ ગત સપ્તાહમાં રજૂ થઈ છે., જેનું નામ છે થલાઈવી – તામિલનાડુના લોકપ્રિય મહત્વના નેતા તેમજ મુખ્યપ્રધાન રહેલાં જયલલિતાજીના જીવન પર આધારિત આફિલ્મમાં કંગનાએ જય લલિતાજીની ભૂમિકા ભજવી છે. જેની  ફિલ્મ- વિવેચકો  મુક્ત કંઠે પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મના પ્રી- વ્યૂ શો જોયા બાદ જાણીતી જાજરમાન અને તેજસ્વી અભિનેત્રી  સિમી ગરેવાલ સોશ્યલ મિડિયા પર કંગનાના અભિનયની પ્રશંસા કરતા કહ્યું હતું કે, જય લલિતાજી ઈચ્છતાં હતાંકે, તેમની બાયોપિકમાં ઐશ્વર્યા રાય ભૂમિકા ભજવે, પણ કંગનાએ આ ભૂમિકા લાજવાબ  ભજવી છે, જો આજે લલિતાજી હયાત હોત તો તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું હોત.. 

     સોશ્યલ મિડિયા પર જાતજાતના અભિપ્રાયો ને નિવેદને પેશ કરતી કંગનાના મંતવ્યો સાથે કોઈ સંમત કે નાસંમત થઈ શકે, પણ જયાં સુધી કંગનાની અભિનય પ્રતિભાની વાત આવે ત્યારે તો દરેક દર્શક લાજવાબ જ બની રહે છે….