
ગઈકાલે રાતે પોણા દસ વાગે સીબીઆઈએ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન પી. ચિદંબરમની ધરપકડ કરી હતી.
આ અગાઉ તેઓ કોંગ્રેસના કાર્યાલયમાં ગયા હતા, જ્યાં તેમણે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણી નેતાઓ કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી સહિત અનેક નેતાઓ ઉપસ્થિત હતા. પી. ચિદંબરમે જણાવ્યું હતું કે, આઈએનએકસ મામલામાં તેમની વિરુધ્ધ કોઈ આરોપ નથી. સીબીઆઈ અને ઈડીએ તેમની વિરુધ્ધ કોઈ ચાર્જશીટ દાખલ કરી નથી.
સીબીઆઈ, ઈડી અને દિલ્હી પોલીસની ટીમે ચિદંબરમના જોરબાગ સિ્થત નિવાસસ્થાને પહોંચી હતી. સીબીઆઈની ટીમના અધિકારીઓએ ઘરની દીવાલ કૂદીને ઘરમાં પ્રવેશ્યા હતા અને પી. ચિદંબરની ઘરપકડ કરી હતી.