આઈપીએલ મોકૂફ

 

નવી દિલ્હીઃ આઈપીએલની ટીમના ખેલાડીઓમાં કોરોના પોઝિટિવના અનેક કેસ જણાઈ આવતા ટુર્નામેન્ટ અચોક્કસ મુદત સુધી મોકૂફ રાખવાનો મંગળવારે નિર્ણય લેવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટની બાકીની મેચ હવે આ મહિનામાં તો નહીં જ રમાય, પરંતુ અનુકૂળતા મુજબ કદાચ સપ્ટેમ્બરમાં કે ત્યાર પછી રમાડાશે, એમ આઈપીએલના ચેરમેન બ્રિજેશ પટેલે સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું.

સનરાઈઝર્સ હૈદરાબાદના વિકેટકીપર-બેટ્સમેન રિદ્ધિમાન સહા અને દિલ્હી કેપિટલના સ્પીનર અમિત મિશ્રાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ આઈપીએલ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ એલ. બાલાજી તેમ જ કોલકાતા નાઈટ રાઈડર્સના બોલર સંદીપ વોરિયર અને વરુણ ચક્રવર્તીનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.