આઈપીએલની મેચો માટે સટ્ટેબાજી- અરબાઝ ખાન પછી હવે ફારાહ ખાનના ભાઈ સાજીદ ખાન પર ક્રિકેટની રમતનો સટ્ટો રમવાનો આરોપ

0
1048

આઈપીએલની ક્રિકેટ રમતોમાં સટ્ટાબાજીના સૂત્રધાર ગણાતા સોનુ જાલાનની પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ તેની પાસેથી  મળેલી ડાયરીમાં અભિનેતા અરબાઝ ખાનનું નામ મળતા પોલીસે અરબાઝ ખાન અંગે તપાસ શરૂ કરી હતી. હવે પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં સોનુ જાલાને બોલીવુડના દિગ્દર્શક – નિર્માતા સાજીદ ખાનનું નામ આપ્યું હતું. સાજીદ ખાન ક્રિકેટની રમતમાં સટ્ટો રમતો હોવાની વાત જાહેર થઈ હતી. શનિવારે પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપુરછમાં અરબાઝ ખાને પોતે સટ્ટો રમતો હોવાની કબૂલાત પણ કરી હતી. અરબાઝ ખાનના પિતા જાણીતા પટકથા લેખક સલીમ ખાને  આ અંગે નિવેદન કરતાં કહ્યું હતું કે, આઈપીએલની મેચોમાં સટ્ટાબાજી કરવા અંગે પકડાયેલા સટોડિયા સોનુ જાલાનના સંપર્ક ના તાર તો ઠેઠ અફગાનિસ્તાન, પાકિસ્તાન , સાઉદી અરેબિયા અને દક્ષિણ આફ્રિકા સુધી જોડાયેલા છે. તો સટ્ટા રમનાર તરીકે માત્ર મારા એકલાના જ પુત્રનું જ નામ કેમ જાહેર કરવામાં આવ્યું ? શું સોનુ જાલાનની ડાયરીમાં માત્ર અરબાઝનું જ નામ હતું? શું માત્ર એકજ વ્યકિતથી એનો સટ્ટાનો ધંધો ચાલતો હતો ?? મુંબઈના બોલીવુડજગતમાં હમણા આ સમાચારને કારણે વાતાવરણ ઉત્તેજનાપૂર્ણ બની રહ્યું છે.