
આઈએનએક્સ મીડિયા કેસ મની લોન્ડ્રીંગના મામલા સાથે સંકળાયેલો છે. આ કંપનીના ડિરેકટર ઈન્દ્રાણી મુખર્જી હાલમાં શીના મર્ડર કેસના મુખ્ય આરોપી તરીકે જેલમાં છે.ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદંબરમના પુત્ર કાર્તિક ચિદંબરમ આ મામલામાં સંડોવાયેલા હોવાનું પુરવાર થયું છે. સીબીઆઈએ તેમના પર આરોપનામુ દાખલ કરીને તેમની ધરપકડ પણ કરી હતી. હવે આ કિસ્સામાં ભૂતપૂર્વ નાણાપ્રધાન ચિદંબરમનું નામ પણ ઉમેરાયું છે. તેમના શાસનકાળ દરમિયાન તેમના પુત્રે પિતાના નામનો દુરુપયોગ કરીને નાણાની લેવ-દેવડ કરાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અગાઉ પી. ચિદંબરમે આગોતરા જામીન મંજૂર કરાવ્યો હોવાથી 3 જૂન સુધી તેમની ઘરપકડ કરાઈ શકી નહોતી, પણ આજે 1લી જૂને સીબીઆઈ દ્વારા તેમને બીજુ સમન્સ મોકલવામાં આવ્યું હતું. જેમાં 6જૂને સીબીઆઈ સમક્ષ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કહેવાય છેકે, પી. ચિદંબરમના પુત્ર કાર્તિક ચિદંબરમે ખોટી રીતે અને પિતાના નાણાપ્રધાન તરીકેના હોદા્નો ફાયદો ઊઠાવીને આઈએન એક્સ મીડિયા ગ્રુપને પંડ માટે ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ પાસેથી મંજૂરી મેળવી આપી હતી. આ મંજૂરી મળ્યા બાદ આઈએનએક્સ મીડિયા કંપનીને 305 કરોડ રૂપિયાનું પંડ મળ્યું હતું. આ કામ માટે ચિદંબરમને મોટી રકમ આપવામાં આવી હતી.