આઈએનએકસ મિડિયા કૌભાંડ- કાર્તિ ચિદંબરમના રિમાન્ડ 12 માર્ચ સુધી વધારતી અદાલત

0
915

શીના બોરા મર્ડર કેસની આરોપી ઈન્દ્રાણી મુખરજી અને પિટર મુખરજીની કથિત કંપની આઈએનએકસને ગેરકાયદેસર રીતે ફંડ મેળવવા  કેન્દ્રમાં નાણા ખાતું સંભાળતા તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદંબરમની વગનો ઉપયોગ કરનારા તેમજ એ માટે લાંચ ખાનારા કાર્તિ ચિદંબરમની બે સપ્તાહ અગાઉ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

કાર્તિની વિરુધ્ધ બીજા નવા પુરાવા મળ્યા હોવાથી વધુ 3 દિવસ માટે તેને  રિમાન્ડ પર રાખવાની માગણી કરી હતી , જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. સીબીઆઈએ કાર્તિ ચિદંબરમ અને તેની નાણાકીય બાબતો સંભાળનારા  ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એકસાથે તપાસ કરવાની માગણી કરી હતી, જેનો વિશેષ અદાલતે સ્વીકાર કર્યો હતો. આઈએનએકસ મિડિયા કૌભાંડની સૂત્રધાર અને શીના બોરા ખૂન કેસની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખરજી  હાલમાં મુંબઈની ભાયખલા જેલમાં સજા ભોગવી રહી છે. તેની પણ કેસમાં હાજરી