આઈએનએકસ મિડિયા કેસના મામલામાં કોંગ્રેસના પીઢ નેતા પી. ચિંદ્ંબરને સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળી ગયા .. 

0
792

છેલ્લા બે મહિનાથી તિહાર જેલમાં રહેનારા ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન પી. ચિદંબરમને સર્વોચ્ચ અદાલતે જામીન મંજૂર કર્યા હતા. જોકે હાલમાં તો તેમણે જેલમાં જ રહેવું પડશે. તેઓ અત્યારે ઈડીની કસ્ટડીમાં છે. તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) સકંજો મજબૂત કર્યો છે. આઈએનએક્સ મિડિયાના મામલે તેમની સામે સીબીઆઈ અને ઈડી દ્વારા જુદી જુદી રીતે તપાસ કરવામાં આવી રહી છે.તેઓ 24 ઓકટોબર સુધી કસ્ટડીમાં રહેશે. આઈએનએકસમિડિયાના કેસમાં ગત 22 ઓગસ્ટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ દરમિયાન નાટકીય ઘટનાઓ સર્જાઈ હતી. પી. ચિદંબરમની ઝીણવટથી પૂછપરછ કરવામાં આવી રહી છે. તેઓ તપાસ દરમિયાન પૂછવામાં આવતા સવાલોના સંતોષકારક જવાબો આપતા ન હોવાનું જણાવવામાં આવ્યું હતું. 

      સીબીઈએ તેમની સામે તેમજ અન્ય વ્યકિત વિરુધ્ધ એફઆઈઆર દાખલ કરી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here