આઈએનએકસ મિડિયાના મામલામાં ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન પી. ચિદંબરમની સીબીઆઈ દ્વારા તપાસ થવાનો સંભવ

0
821

આઈએનએકસ મિડિયાને કેસમાં ભ્રષ્ટાચાર આચરવાના આરોપ માટે હાલમાં સીબીઆઈ દ્વારા કાર્તિ  ચિદંબરમને રિમાન્ડમાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હત્યાના આરોપસર જેલની સજા ભોગવતાં ઈન્દ્રાણી મુખરજીએ અદાલતમાં આઈએનએકસ મિડિયા વિષે ખૂબ જ ચોંકાવનારું બયાન કર્યું હતું. તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું હતું કે, શરૂઆતમાં તેણે પી. ચિદંબરમનો સંપર્ક કર્યો હતો. , પણ તેઓએ તેમના પુત્ર કાર્તિનો સપર્ક કરવા જણાવ્યું હતું. વિશેષ અદાલત દ્વારા કાર્તિના રિમાન્ડ વધારીને 9 દિવસના કરવામાં આવ્યા હતા. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં થઈ રહેલી આસુનાવણી દરમિયાન કાર્તિ અને સીબીઆઈના અધિકારીઓ વચ્ચે તીખી બોલાચાલી થઈ હતી. કાર્તિ અદાલતમાં હાજર રહેલા એના મા-બાપ સાથે તમિલમાં વાત કરતો હતો. એ અંગે સીબીઆઈએ વાંધો ઊઠાવ્યો હતો. તેમનણે કાર્તિને અંગ્રેજીમાં વાતચીત કરવાની તાકીદ કરી હતી. કાર્તિ સામે ચાલી રહેલી સીબીઆઈની અદાલતી કાર્યવાહી દરમિયાન કાર્તિના પિતા પી. ચિદંબરમ અને   માતા નલિની અદાલતમાં હાજર રહ્યા હતા.સીબીઆઈએ અદાલતને ઝમાવ્યું હતું કે, તેઓ જયારે જ્યારે કાર્તિને પ્રશ્ન પૂછે છે ત્યારે દરેક વખતે તેઓ એકજ જવાબ આપે છે કે, તેમને રાજકીય કાવતરું કરીને ફસાવવામાં આવી રહ્યા છે. કાર્તિ ચિદંબરમ સામે પોતાના પિતાની વગનો ઉપયોગ કરીને જે રીતે એનઆઈ એકસ મિડિયાને નાણાં ફંડ અપાયું તે બાબત આખી શંકાસ્પદ છે. કાર્તિના આ કહેવાતા કૃત્યના સમયકાળ વખતે પી. ચિદંબરમ કેન્દ્રમાં નાણાંખાતું સંભાળતા હતા. શક્ય છે કે આ મામલામાં પી. ચિદંબરમની સંદેહપૂર્ણ ભૂમિકા બદલ સીબીઆઈ તેમની પણ તલસ્પર્શી તપાસ કરી શકે છે.