આઈઆઈટી કાનપુરના વૈજ્ઞાનિકોની ચેતવણી જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે ! 

 

કાનપુરઃ કોવિડ -૧૯ ની ત્રીજી લહેર લગભગ અંત ઓગસ્ટના મધ્ય કે અંત સુધી ચરમે પહોંચી શકે છે ભણી છે . ઝડપથી ઘટી રહેલા કોરોના સંક્રમણના કેસોને જોતા હવે લોકોમાં પણ રાહત છે . પરંતુ એવું નથી કે કોરોનાનો ખતરો ટળી ગયો હોય આઇઆઇટી કાનપુરના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે કોરોનાની ચોથી લહેર જૂનના મધ્ય કે અંત સુધી આવી શકે છે . 

આ ચેતવણી આઇઆઇટી કાનપુરના વૈજ્ઞાનિકોએ એક અભ્યાસ બાદ આપી છે . અભ્યાસમાં એક મેથેમેટિક મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેના પરિણામોથી માલૂમ પડે છે કે આગામી લહેર લગભગ ૪ મહિના સુધી રહેશે . આ અભ્યાસ અનુસાર જે ડેટા મળ્યા છે તે એ તરફ ઇશારો કરે છે કે ભારતમાં કોવિડ -૧૯ ની ચોથી લહેર પ્રારંભિક ડેટાની ઉપલબ્ધ તારીખથી ૯૩૬ દિવસો બાદ આવશે અને આ તારીખ હતી ૩૦ જાન્યુઆરી , ૨૦૨૦ . 

અભ્યાસ અનુસાર ભારતમાં કોવિડની ચોથી લહેર ૨૦૨૨ જૂનની આસપાસ શરૂ થઇ શકે છે અને ઓગસ્ટના મધ્ય કે અંત સુધી ચરમે પહોંચી શકે છે. જોકે ભારતમાં આ લહેરની ગંભીરતા વાયરસના વેરિયેન્ટની પ્રકૃતિ અને કોવિડ વેક્સિનેશનની સ્થિતિ પર નિર્ભર કરશે . એક અન્ય તાજેતરના અભ્યાસથી જાણવા મળે છે કે કોવિડનું આગામી વેરિયેન્ટ બે અલગ – અલગ પ્રકારે સામે આવી શકે છે . સાથે જ વાતની કોઇ ગેરંટી નથી કે નવું વેરિયેન્ટ પહેલા આવેલા વેરિયેન્ટની તુલનામાં ઓછું ગંભીર હશે . સિએટલમાં ફ્રેડ હચિંસન કેન્સર રિસર્ચ સેન્ટરના વાયોલોજિસ્ટ જેસી બ્લૂમનું કહેવું છે કે પહેલી સંભાવના એ છે કે ઓમિક્રોનનું વધવાનું જારી રહેશે જે બની શકે છે કે કોઇ ઓમિક્રોન – પ્લસ વેરિયેન્ટ બનાવે જે બીએ .૧ કે બીએ .૨ થી પણ બદતર હશે . બીજી સંભાવના એ છે કે કોઇ નવું વેરિયેન્ટ આવી જાય . વિશ્વ આરોગ્ય સંગઠન ( ડબલ્યુએચઓ ) એ તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે બની શકે છે કે ઓમિક્રોન અંતિમ કોવિડ વેરિયેન્ટ ન હોય અને આગામી વેરિયેન્ટ વધારે સંક્રામક હોઇ શકે છે . 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here