આઇસલેન્ડમાં એક અઠવાડિયામાં ભૂકંપના ૧૭ હજાર આંચકા નોંધાયા

 

રેકજાવિકઃ યુરોપીયન દેશ આઇસલેન્ડમાં ગત એક સપ્તાહમાં ભૂકંપના ૧૭,૦૦૦ આંચકા નોંધાયા છે. દેશના વિવિધ ભાગોમાં સતત આંચકાઓના કારણે ત્યાંના પ્રધાનમંત્રી કાર્યલયે એલર્ટ જારી કર્યું છે તેમજ તંત્ર અને લોકોને ચેતવણી આપી છે કે ક્રિસ્સુવિક પર્વતના જ્વાળામુખીમાં કોઇપણ સમયે વિસ્ફોટ થાય તેવી શક્યતા છે. જેના કારણે હવાઇ તેમજ અન્ય વાહન-વ્યવહાર ખોરવાઇ શકે છે.

આઇસલેન્ડમાં ગત સપ્તાહમાં અમુક સ્થળોએ ૨૪ કલાક ધરતી ધૂ્રજતી રહી હતી. આવો અનુભવ કરનારા લોકો કહી રહ્યા છે કે ૨૪ કલાક ધરતી ધૂ્રજતી હોય અને આવી પરિસ્થિતિમાં કામ કરવું અને રોજીંદું જીવન જીવવું મુશ્કેલીભર્યુ છે અને અસામાન્ય છે. આવી પરિસ્થિતિમાં અનુભવ થાય છે કે પ્રકૃત્તિ સામે માણસ વામણો અને શક્તિવિહિન છે. ભૂકંપની સૌથી વધુ અસર આઇસલેન્ડના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં છે. જ્યાં આવેલા સૌથી મજબૂત આંચકાની તીવ્રવતા ૫.૬ છે. એક અઠવાડિયમાં ૧૭ હજાર આંચકાઓ નોંધાતા સરકારે એલર્ટ જારી કર્યુ છે. તેમજ ચેતવણી આપી છે કે ક્રિસ્સુવિક જ્વાળામુખીમાં ગમે ત્યારે વિસ્ફોટ થઇ શકે છે, જેના કારણે હવાઇ તેમજ અન્ય વાહનવ્યવહાર ખોરવાઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here