આઇએમએફ રિસર્ચ ડિપાર્ટમેન્ટનાં ડિરેક્ટર તરીકે કેરળ સરકારનાં ગીતા ગોપીનાથની નિમણૂક

0
717

યુનાઇટેડ નેશન્સઃ જાણીતા અગ્રણી શિક્ષણશાસ્ત્રી અને કેરળ સરકારનાં આર્થિક સલાહકાર ગીતા ગોપીનાથની ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનાં રિસર્ચ ડીપાર્ટમેન્ટનાં ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આઇએમએફના મેનેજિંગ ડિરક્ટર ક્રિસ્ટીન લેગાર્ડે તેમને અપ્રતિમ પ્રતિભાશાળી તેમ જ દુનિયાના સૌથી લાજવાબ અર્થશાસ્ત્રીઓમાંનાંએક અર્થશાસ્ત્રી તરીકે ગણાવ્યાં હતાં, જેમણે બૌદ્ધિક નેતૃત્વ અને આંતરરાષ્ટ્રરીય અનુભવનો પોતાનો ટ્રેક રેકોર્ડ સાબિત કર્યો છે.
ક્રિસ્ટીન લેગાર્ડે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આ તમામ બાબતો ગીતા ગોપીનાથને આપણા રિસર્ચ ડિપાર્ટમેન્ટનું નેતૃત્વ કરવા સક્ષમ બનાવે છે. આપણાં મુખ્ય અર્થશાસ્ત્રી રીકે તેમનું નામ જાહેર કરતાં મને ગૌરવની લાગણી અનુભવાય છે.
આઇએમએફના રિસર્ચ ડિપાર્ટમેન્ટનાર ડિરેક્ટર ગીતા ગોપીનાથ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક ફોરમના રિપોર્ટ અંતર્ગત જે વૈશ્વિક અર્થતંત્રના મુખ્ય સર્વેક્ષણ તેમ જ અન્ય અહેવાલો અને સંશોધન પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખે છે.
ગીતા ગોપીનાથ મોરિસ ઓબસ્ટફેલ્ડનું સ્થાન સંભાળશે, જે આ વર્ષના અંતમાં જુલાઈમાં નિવૃત્ત થયા હતા. ગીતા ગોપીનાથે પોતાની એમ. એ.ની ડિગ્રી દિલ્હી સ્કૂલ ઓફ ઇકોનોમિકસમાંથી લીધી હતી, જેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઇન્ટરનેશનલ સ્ટડીઝ એન્ડ ઇકોનોમિક્સમાં જોહન ઝવાનસ્ટ્રા પ્રોફેસર છે.
તેઓ હાલમાં કેરળના મખ્યમંત્રીનાં આર્થિક સલાહકાર છે અને હાર્વર્ડમાં તેમના બાયોડેટા મુજબ, તેઓ પ્રિન્સિપલ સેક્રેટરીના સન્માનનીય પદ પર નિમાયાં હતાં. તેમણે ભારતના નાણાં મંત્રાલયમાં એમિનન્ટ પર્સન્સ એડવાઇઝરી ગ્રુપ ઓન જી-20 મેટર્સના સભય તરીકે પણ સેવા આપી હતી. તેમણે પોતાની સ્નાતકની પદવી નવી દિલ્હીમાં લેડી શ્રી રામ કોલેજમાંથી મેળવી હતી.
તેમણે 2001માં પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચ. ડી.ની પદવી મેળવી હતી. તેઓ 2005માં હાર્વર્ડમાં જોડાતાં અગાઉ યુનિવર્સિટી ઓફ શિકાગોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ અદા કરી હતી. 2003 અને 2004માં જર્નલ ઓફ ઇન્ટરનેશનલ ઇકોનોમિકસમાં પ્રકાશિત થયેલા બેસ્ટ પેપર માટે તેમને ભગવતી પ્રાઇઝ મળ્યું હતુ.ં