
તાજેતરમાં નાણાંપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશને વિષેષ રાજ્યનો દરજ્જો આપી શકાય તેમ નથી. કેન્દ્ર રાજ્યને સ્પેશ્યલ પેકેજની સુવિધાઓ આપવા તૈયાર છે. અરુણ જેટલીએ કહ્યું હતુંકે, 14મા ફાયનાન્સ કમિશનના ધોરણો મુજબ, કોઈ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપી શકાય તેમ નથી.
આને કારણે તેલુગુ દેશમ પક્ષના વડા ચંદ્રબાબુએઓ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કેન્દ્રસરકારમાં હિસ્સેદાર તેલુગુદેશમ પક્ષના બે પ્રધાનો અશોક ગજપતિ રાજુ અને વાઈ એસ ચૌધરી પ્રધાનમંડળમાંથી રાજનામુ આપે એવી સંભાવના છે. ચંદ્રબાબુએ પોતાનો ઉગ્ર પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, અમે વારંવાર આ અંગે સંસદમાં રજૂઆત કરી છે. પણ અમને કોઈ પ્રતિસાદ મળ્યો નથી.