આંધ્રપ્રદેશના એક ગામને સંપૂર્ણ હિંદુ જાહેર કરવામાં આવ્યું છે ..

0
699

આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લાના કેસાલિંગા યાપલ્લી ગામને હિંદુ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું  છે.આ ગામમાં વસતા તમામ પરિવારો હિંદુ ધર્મ પાળે છે. અન્ય ધર્મના લોકોને ગામમાં પ્રવેશ કરવાની મનાઈ છે. ગામના વિવિધ માર્ગો પર ભગવા રંગના ધ્વજ લગાવવામાં આવ્યા છે. ગામના લોકો કહે છે, અમને ધર્મ પરિવર્તન કરવા માટે ખૂબ પ્રયાસો કરવામાં આવ્યા હતા.અમને બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે લાલચ આપવામાં આવતી હતી. આખરે અમે કંટાળીને અમારા ગામને હિંદુ ગામ જાહેર કર્યું હતું.અમે અમારા ગામને સ્વયંભૂ હિંદુ ગામ તરીકે ધોષિત કર્યું છે. એમાં આરએસએસનો કોઈ દોરીસંચાર નથી.