આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના સંસ્થાપક પ્રવીણ તોગડિયાએ નવો પક્ષ રચવાની ઘોષણા કરી..

0
677

વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ પ્રમુખ અને સ્થાપક સભ્ય પ્રવીણ  તોગડિયાએ અયોધ્યા ખાતે સંકલ્પ સભાના આયોજન પ્રસંગે એક નવા રાજકીય પક્ષનું એલાન કર્યું હતું. તેમણે જુસ્સાભેર વકતવ્ય આપતાં કહ્યું હતું કે, જે લોકોએ રામના નામે ચૂંટણી લડીને મતદારોના મત મેળવી લીધા , એ જ લોકો ચૂંટણી જીતીને સત્તા પર આવ્યા બાદ ભગવાન રામને ભૂલી ગયા છે. તેમણે સમર્થકોને નવો નારો આપ્યો હતોઃ અબકી બાર હિંદુઓકી સરકાર …તોગડિયાએ પોતે આગામી લોકસભાની ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી હતી. તમના નવા પક્ષનું નામ તેઓ નવી દિલ્હી જઈને જાહેર કરશે

એવું જણાવવામાં આવ્યું હતું.