આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસંશા પામેલી ફિલ્મ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ ભારતના સિનેમાઘરોમાં પ્રસ્તુત કરશે

 

 

અમદાવાદ: સિદ્ધાર્થ રોય કપૂરની ફિલ્મ્સ ‘ધ લાસ્ટ ફિલ્મ શો’ ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવા માટે તૈયાર છે. આ ગુજરાતી ભાષાની ફિલ્મે વિશ્ર્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલ પર કબ્જો જમાવ્યો છે અને  ૧૪મી ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ, જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે. દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો ડિજિટલ ક્રાંતિની વાત કરે છે. ઉપરાંત પ્રકાશ અને પડછાયાનું વિજ્ઞાન જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શન પાછળ રહેતી એવી ફિલ્મોના જાદુમાં ફસાયેલા નવ વર્ષના છોકરાને અનુસરે છે. સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ર્ચિતતા બંનેથી લડીને, તે ‘ફિલ્મ શો’ માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે, જે તકનીકી ઉથલપાથલથી તેના સપનાને નુકસાન પહોંચાડતી વાતથીબેધ્યાનછે