આંતરરાષ્ટ્રીય યોગ દિવસ- વિશ્વભરમાં ઠેર ઠેર યોગના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

0
826

ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર યોગને આખી દુનિયાના લોકોમાં પ્રચલિત અને પ્રિય કરી દીધો છે. દરેક જતિ, ધર્મ અને વિચારસરણીના લોકો યોગને અપનાવી રહ્યા છે. ભારતના વિવિધ રાઝ્યોના વિવિધ રાજ્યાોમાં યોગના કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાંથી જુદી જુદી જગ્યાેથી આશરે કુલ 13-14 કરોડ લોકોએ યોગ વિષયક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ભાજપના કેન્દ્રીય પ્રધાનોમાં નીતિન ગડકીએ નાગપુરમાં, ડો. હર્ષવર્ધને ભાજપના મુખ્ય કાર્યાલયમાં તેમજ પરસોતમ રૂપાલાએ દિલ્હીના  કરતાર નગરમાં યોગાસનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આજે માત્ર ભારતમાં જનહિ, પરંતુ અમેરિકા, બ્રિટન, ચીન, યુએઈ, કેનેડા, શ્રીલંકા. નેપાળ ,સહિત દુનિયાના અનેક દેશમાં લોકો હોંશે હોંશે યોગના કાર્યક્રમોમાં જોડાઈ રહ્યા છે. લડાખ અને રોહતાંગ જેવા સરહદના વિસ્તારોમાં જયાં અતિશય ઠંડી ,બરફ અને માયનસ ડ્રિગ્રી તાપમાન હોયછે, તેવા વિસ્તારોમાં આપણા સૈન્યના જવાંમર્દ – બહાદુર જવાનોએ યોગાસનના વિવિધ કાર્યક્રમમાં આનંદભેર ભાગ લી ધો હતો.