આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપક્રમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દહેરાદુનમાં જાહેર સંબોધન ્ને યોગસાધના ઃ યોગને કારણે જગતના તમામ દેશ ભારત સાથે જોડાયા છે ..

દહેરાદૂન ઃયોગને કારણે જગતના તમામ દેશ ભારત સાથે જોડાયા છે.
21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દહેરાદૂનમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આશરે 51હજારની વિશાળ યોગપ્રેમી મેદની સાથે યોગ સાધના કરી હતી. આ પ્રસંગે જનસભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહયું હતું કે, આજે દહેરાદૂનથી ડબલિંગ અનેશાંઘાઈથી શિકાગો સુધી સર્વત્ર યોગનો મહિમા થઈ રહયો છે. ચારેબાજુ યોગની બોલબાલા થઈ રહી છે. યોગ દુનયિાના રાષ્ટ્રોને સારી રીતે જોડે છે. યોગસાધનાનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાને બહોળી સંખ્યામાં ઉપસ્થતિ રહેલી યોગપ્રેમી જનમેદનીને સંબોધન કરીને યોગના મહત્વ તેમજ તેનાથી થતા ફાયદા વિષે વાત કરી હતી. તેમણે પોતાના વકતવ્યમાં વધુ ને વધુ લોકોને યોગ કરવા માટે અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સ્વસ્થ મન બાદ જીવવાની કલા યોગથી જ શીખવા મળે છે. યોગ સતત વશ્વિની પ્રજાને એકમેક સાથે જોડવાનું કાર્ય કરે છે. ચાર વર્ષના ગાળામાંજ યોગ શીખનારા લોકોની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો થયો છે. યોગનું શિક્ષણ આાપનારા લોકોની સંખ્યામાં પણ વધુ ને વધુ ઉમેરો થતો રહયો છે. યોગના કારણે દુનિયાના તમામ દેશો ભારત સાથે જોડાઈ રહ્યા છે. છેેલ્લા ચાર વરસના સમયગાળામાં ખૂબ મોટી સંખ્યામાં યોગ ફીચર્સની માંગ વધી છે. જગતમાં યુવાવર્ગ માટે નવા જોબમાર્કેટની રચના થઈ છે. વરસાદી માહોલ હોવા છતાં મોટાી સંખ્યામાં લોકો મેદાનમાં હાજર રહયા હતા, તેને કારણે મોદી પ્રભાવિત થયા હતા. યોગ સાથે સંકળાયેલા અને યોગને ચાહનારા તમામ લોકોનો વડાપ્રધાને આભાર માન્યો હતો.
તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે, ભારતના અથાગ પ્રયત્નોને કારણે સંયુક્ત રાષ્ટ્ર મહાસંધ ( યુનો) દ્વારા યોગ દિવસને માન્યતા આપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગદિન તરીકે 21મી જૂનનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો, કારણ કે તે દુનિયાના મોટાભાગના ભૌગોલિક વિસ્તારમાં સૌથી લાંબાો દિવસ ગણાય છે. વડાપ્રધાને યોગને પોતાના રોજિંદા જીવનનો હિસ્સો બનાવી લેવા લોકોને અપીલ કરી હતી. તમણે કઝાું હતું કે, જેમ ભોજમાં નમક ઉપયોગી હોય છે, તે જરીતે યોગ પણ જીવનમાં અનિવાર્ય છે. ભોજનમાં નમક ન હોય તો તેખાવાની મજા આવતી નથી. ભોજન ફીક્કું લાગે છે, તે જ રીતે યોગ વિના પમમજીવન અધૂ​રું લાગે છે. તેમણે યોગને જવનના એક હિસ્સા તરીકે સ્વીકારવાની લોકોને વિનંતી કરી હતી.