આંતરરાષ્ટ્રીય પસંદગીમાં ગુજરાત સાહિત્ય અકાદમીનો સમાવેશ

 

૨૦૨૧ના વર્ષમાં વિવિધ દેશોના કવિ, લેખકો, કલાકારોમાંથી વિજેતા પસંદ કરનારી સમિતિના બે વિશેષ સલાહકારો તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે તેમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડો. વિષ્ણુ પંડ્યાનો સમાવેશ થયો છે. બીજા નિષ્ણાત ઇટાલીના નિવાસી તેમ જ યુરોપીય સાહિત્ય અને મીડિયામાં જાણીતા ગોફેડો પાલ્મેરિની છે. આ સ્પર્ધા ‘વર્લ્ડ પિક્ટોરિયલ પોએટ્રિ એન્ડ આર્ટ ફોરમ’ દ્વારા આયોજીત થઈ છે. આ જ રીતે ૧૬૦ દેશોમાં સક્રિય મોટિવેશનલ સ્ટ્રીપ્સના મુખ્ય સલાહકાર તરીકે પણ અકાદમી અધ્યક્ષને ઘોષિત કરાયા છે. અગાઉ ફિલીપીન્સની ‘પેન્ટાસી’ સાંસ્કૃતિક સંસ્થાએ હૈદરાબાદ અધિવેશનમાં ડો. પેનપેનના વરદ હસ્તે ડો. વિષ્ણુ પંડ્યાને વર્ષનો શ્રેષ્ઠ ઉપલબ્ધિનો એવોર્ડ અપાયો હતો.