અહિંસા વિશ્વ ભારતીય ફાઉન્ડેશન યુએસએનો ન્યુ જર્સીમાં આરંભ થયો

photo:-Jay Mandal/On Assignment

અહિંસા વિશ્વ ભારતી ફાઉન્ડેશન યુએસએની સ્થાપના ન્યુ જર્સીમાં કરવામાં આવી છે. સ્થાપના પ્રસંગે શાંતિના રાજદૂત તરીકે ઓળખાતા આચાર્ય ડો. લોકેશ મુનિ હાજર રહ્યા હતા.
ન્યુ યોર્કઃ અહિંસા વિશ્વ ભારતી ફાઉન્ડેશન યુએસએની શરૂઆત ન્યુ જર્સીમાં કરવામાં આવી છે. સ્થાપના પ્રસંગે શાંતિના રાજદૂત તરીકે ઓળખાતા આચાર્ય ડો. લોકેશ મુનિ હાજર રહ્યા હતા. આ સ્થાપના પ્રસંગે અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પરીખ વર્લ્ડવાઇડ મિડિયાના ફાઉન્ડર-ચેરમેન પદ્મશ્રી ડો. સુધીર પરીખ, ફેડરેશન ઓફ ઇન્ડિયન અમેરિકન એસોસિયેશન (એફઆઇએ-ટ્રાયસ્ટેટ)ના ચેરમેન રમેશ પટેલ, એફઆઇએના પ્રેસિડન્ટ શ્રુજલ પરીખ, અહિંસા વિશ્વ ભારતી ફાઉન્ડેશન યુએસએના ચેરમેન અનિલ મોન્ગા, એબીવીએફ યુએસએના વાઇસ પ્રેસિડન્ટ કરમજિત સિંહ ધાલીવાલ, એવીબીએફ યુએસએના સીઓઓ ડો. રાજ ભાયાણી અને અહિંસા વિશ્વ ભારતીની યુએસએ ટીમનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે આચાર્ય લોકેશ મુનિએ જણાવ્યું હતું કે અમેરિકા અને ભારત સાથે મળીને દુનિયામાં શાંતિ અને સંવાદિતા લાવી શકે છે.
આચાર્ય લોકેશ મુનિએ કહ્યું કે અહિંસા વિશ્વ ભારતીય સંસ્થા છેલ્લાં 13 વર્ષથી ભારતમાં જ નહિ, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ-સંવાદિતા-અહિંસા-ભાઈચારા સ્થાપિત કરવામાં સતત પ્રયાસો કરે છે. સામાજિક કલ્યાણ માટે અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ.
છેલ્લા એક દાયકાથી હું અમેરિકા આવતો રહ્યો છું. મેં અહીં ભારતીય મૂળના નાગરિકો જ નહિ, પરંતુ દનિયાની વિવિધ વિસ્તારોના નાગરિકો સમાજને નિઃસ્વાર્થ સેવા આપવા માટે આવતા નિહાળ્યા છે. હું અહિંસા વિશ્વ ભારતીયના તમામ કાર્યકરોને વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે કામ કરવા અપીલ કરું છું.
મોન્ગાએ જણાવ્યું હતું કે અહિંસા વિશ્વ ભારતીય સંસ્થા આચાર્ય લોકેશ મુનિના નેતૃત્વમાં સમાજમાં શાંતિ-સંવાદિતા સ્થાપવા અને સામાજિક વિકાસ સ્થાપિત કરવા સમાજકાર્ય સાથે ધર્મને સાંકળીને કામ કરશે.
રમેશ પટેલે કહ્યું હતું કે આચાર્ય લોકેશ મુનિ વિશ્વશાંતિ, સંવાદિતા, યોગાને પ્રમોશન આપવા પ્રયાસો સતત કરી રહ્યા છે.