

ઓલ ઈન્ડિયા મજલિસ એ – ઈત્તેહાદ -ઉલ મુસ્લિમીનનાં પ્રમુખ અને સંસદસભ્ય અસદુદીન ઓવૈસીએ આપેલા વિવાદાસ્પદ નિવેદનને ભારતીય સૈન્યો જડબાતોડ જવાબ આપ્યો છેો. નોર્દન કમાન્ડના જીઓસી લેફટનન્ટ જનરલ દેવરાજ અનબૂઅે કહ્યું હતું કે, ભારતીય સૈન્ય ધર્થી ઉપર છે. ભારતીય સૈન્યમાં નાત- જાત કે ધર્મના ભેદભાવનથી હોતા, પ્રત્યેક જવાનસાથે એકસરખો સૌજન્યભર્યો વ્યવહાર કરવામાં આવે છે. ભારતીય લશ્કરમાં દરેક ધમર્ના જવાનો છે, આ સર્વ ધર્મ સ્થળ છે. સુંજવાન આર્મી કેમ્પ પર થયોલા હુમલામાં ભારતીય સૈન્યના અનેક જવાનોએ બહાદુરીથી લડતાં રહીને શહાદત પ્રાપ્ત કરી હતી. શહીદ થનારા જવાનોમાં પાંચ જવાનો કાશ્મીરી મુસલમાનો હતા – એવા ઓવૈસીના બયાનને જનરલ દેવરાજે વખોડી કાઢ્યું હતું.