અશોક ગેહલોતના છેલ્લી ઘડીના દાવથી હાઈકમાન્ડ સ્તબ્ધઃ સચિન પાયલટ બની શકે છે મુખ્યમંત્રી

 

નવીદિલ્હીઃ હાઈકમાન્ડના દબાણના કારણે રાષ્ટ્રીય પ્રમુખપદે બેસવા તૈયાર થયેલા અશોક ગેહલોતે છેલ્લી ઘડીઍ ખેલેલા દાવે કોંગ્રેસ હાઈકમાન્ડને સ્તબ્ધ કરી દીધું છે. હાઈકમાન્ડ ગેહલોતને સ્થાને સચિન પાયલોટને મુખ્યમંત્રીપદે મૂકવા માગે છે પણ ગેહલોતે પોતાના હરીફ સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવા સામે ધારાસભ્યોનાં રાજીનામાં અપાવડાવીને કોંગ્રેસની હાલત બગાડી નાંખી છે. ગેહલોતને સ્થાને કોને મુખ્યમંત્રી બનાવવા નક્કી કરવા ધારાસભ્યોની બેઠક બોલાવાઈ હતી. કાંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક પહેલાં અશોક ગેહલોતે કહ્નાં હતું કે, આવી બેઠકોમાં અમે ઍક લાઈનનો ઠરાવ પસાર કરીઍ છીઍ કે હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે તે સ્વીકારવામાં આવશે. મુખ્યમંત્રી તરીકે હાઈકમાન્ડની પસંદગી સચિન પાયલોટ હતી સ્પષ્ટ હતું તેથી ગેહલોતના સમર્થક ધારાસભ્યો બેઠકમાં ગયા નહીં અને કોંગ્રેસની આબરૂનો ધજાગરો કરી નાંખ્યો. રાજસ્થાન કોંગ્રેસમાં ભજવાયેલી ભવાઈના કારણે હવે કોંગ્રેસમાં સચિન પાયલોટ રહેશે કે પછી અશોક ગેહલોત રહેશે ઍવી સ્થિતીનું નિર્માણ થઈ ગયું છે. ગેહલોતે પોતાના જૂથમાંથી મુખ્યમંત્રી બનાવાય તો મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરી દેવાની તૈયારી બતાવી છે જોતાં સચિનને કઈ રીતે સાચવવા કોંગ્રેસ માટે મોટો સવાલ છે.