અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો-ફિલ્મ ‘સેલ્યુટ’માં કરીના કપૂર

ભારતના પ્રથમ અવકાશયાત્રી રાકેશ શર્માની બાયોફિલ્મ ‘સેલ્યુટ’માં બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન સામે બોલીવુડની ટોચની અભિનેત્રી કરીના કપૂર ખાન ચમકશે. આ ફિલ્મમાં અગાઉ આમિર ખાન હતો, પરંતુ તારીખોની સમસ્યાના કારણે તેણે ફિલ્મ છોડી અને શાહરુખ ખાનનું નામ સૂચવ્યું હતું. રોની સ્ક્રૂવાલા અને સિદ્ધાર્થ રોય કપૂર નિર્મિત આ ફિલ્મના ડિરેક્ટર મહેશ મથાઈ છે. રાકેશ શર્માની પત્ની મધુનો રોલ કરીના કપૂર કરશે. 2011માં ‘રા.વન’ ફિલ્મના સાત વર્ષના સમયગાળા પછી શાહરુખ અને કરીના એકસાથે જોવા મળશે. લગ્ન પછી અને માતા બન્યા પછી અભિનેત્રીઓની કારકિર્દી પૂરી થઈ જતી હોય છે તેવી માન્યતા કરીના કપૂરે ખોટી પાડી છે.