અલકમલકનું અલબેલું જાપાન …ટ્રેઈન લેટ થાય તો રેલવેના અધિકારીઓ માગે છે માફી..

0
942

જાપાનમાં શિસ્તબધ્ધ વહીવટીતંત્ર છે અને આ વહીવટીતંત્ર સાથે કદમ મિલાવે તેવો નિયમબધ્ધ જન સમાજ છે. જપાનમાં રેલવે તંત્ર ખૂબ જ નિયમિત છે. ટ્રેનો સમયસર દોડે છે. જાપાનના રેલવેતંત્ર વિષે એવું કહેવાય છે કે લોકો રેલવેની ટ્રેનોની અવરજવર નોંધીને પોતાની ઘડિયાળનો સમય ચેક કરે છે. આમ છતાં કયારેક ટેકનિકલ ખરાબીને લીધે ટ્રેન વહેલી -મોડી પણ થાય૟છે. જાપાનની બુલેટ ટ્રેનનો તો એવો રેકોર્ડ છેકે અત્યારસુધીમાં આ ટ્રેન  ફકત એક જ વાર 36 સેકન્ડ માટે લેટ થઈ હતી. જાપાનમાં સમયની નિયમિતતાનો બહુ જ ખ્યાલ રાખવામાં આ વેછે. ટ્રેનના વિલંબને કારણે યાત્રીઓ ઓફિસમાં નોકરીના નિયત સમયે પહોંચી ના શકે તો એ વાતને ગંભીર ગણવામાં આવે છે. આથી જાપાનની રેલવેમાં યાત્રીઓને વિલંબ થયાનું સર્ટિફિકેટ આપવામાં આવે છે જેને યાત્રી પોતાના બચાવ માટે ઓફિસમાં રજૂ કરી શકે છે. જેને કારણે તેમની સામે કોઈ પગલાં લેવાતાં નથી. ટ્રેનના વિલંબને કારણે ઘણાને નોકરીમાં ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આથી ઘણીવાર રેલવેતંત્રના સંબંધિત અધિકારીઓ વિલંબ માટે સાર્વજનિક માફી માગે છે. પોતાની વેબસાઈટ પર માફી પત્ર રજૂ કરે છે..લખે છેઃ જે યાત્રીએને અમારા કારણે તકલીફ પડી હોય તો એ અંગે અમને ઊંડો ખેદ છે…..!