-અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન કરવા માટે આ વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનારા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જી ભારતની અર્થવ્યવસ્થા બાબત ચિંતા વ્યક્ત કરે છે…

0
720

 તાજેતરમાં જેમને અર્થશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન કરવના માટે નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે તે મહાન અર્થશાસ્ત્રી અભિજિત બેનર્જીએ હાલમાં જણાવ્યું  હતું કે, ભારતની અર્થવ્યવસ્થા ડામાડોળ સ્થિતિમાં છે. વર્તમાન સમયના આંકડાઓ પણ એ વાતનો વિશ્વાસ નથી અપાવી રહ્યા કે ભારતની આર્થિક સ્થિતિમાં જલ્દીથી સુધારો થાય. હાલમાં ભારતની ઈકોનોમી અસ્થિર છે. ગત 5-6 વરસોમાં અમે દેશમાં કેટલોક વિકાસ જોયો, પરંતુ હવે એ ભરોસો પણ જતો રહ્યો છે. 

 ભારતીય મૂળના અમેરિકન અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી અને તેમના પત્ની એસ્થેર ડફલોને 2019ના વષર્નો અર્થશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. ઉપરોકત બેનર્જી દંપતીની સાથે અર્થશાસ્ત્રી માઈકલ ક્રેમરને પણ આ પુરસ્કારથી નવાજવામાં આવશે. નોબેલ પુરસ્કાર કમિટીના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત ત્રણે અર્થશાસ્ત્રીઓને આંતરરાષ્ટ્રીય ( વૈશ્વિક) સ્તરે ગરીબી ઘટાડવાના તેમના પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ માટે પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. 58 વર્ષના અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જીએ નોબેલ પુરસ્કાર મળવા બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી