અર્જુન રામપાલ અને મેહર જેસિયા વચ્ચેના 20 વર્ષના લગ્નજીવનનો અંત


અભિનેતા અર્જુન રામપાલ અને મોડેલ મેહર જેસિયાએ લગ્નનાં 20 વર્ષ પછી છૂટાછેડાની જાહેરાત કરી છે. આ દંપતીએ સંયુકત નિવેદનમાં કહ્યું હતું કે આ નિર્ણય સંમતિથી લેવાયો છે. 20 વર્ષનું સુંદર લગ્નજીવન પ્રેમ અને સુંદર યાદોથી ભરેલું રહ્યું છે. અમને લાગે છે કે હવે અમારે અલગ અલગ સ્થળે જવાનો સમય આવી ગયો છે.
એવી અફવા છે કે અર્જુનની ગાઢ મિત્ર અને હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન આ દંપતીના છૂટાછેડાનું કારણ છે. 45 વર્ષનો અર્જુન અને 47 વર્ષની મેહર જેસિયા બન્ને ભૂતપૂર્વ મોડેલ હતાં અને 1998માં લગ્ન કર્યાં હતાં. તેમને બે સંતાનો 16 વર્ષની માહિકા અને 13 વર્ષની માયરા છે. આ નિવેદનમાં જણાવ્યા મુજબ, ‘અમે હંમેશાં એકબીજાને પ્રેમ કરતાં રહ્યાં છીએ. અમે પરિવાર છીએ, એકબીજા પ્રત્યેનો અમારો પ્રેમ સદાય રહેશે, ખાસ કરીને અમારાં બાળકો માહિકા અને માયરા માટે. સંબંધોનો અંત આવે છે, પરંતુ પ્રેમ સદા જીવંત રહે છે.’
દરમિયાન સુઝાન ખાને અફવાને નકારતાં જણાવ્યું હતું કે, ‘અર્જુન અને મેહર મિત્રો છે અને વર્ષો સુધી રહ્યાં છે. મેં અગાઉ પણ જણાવ્યું હતું કે એવા દાવામાં સત્ય નથી કે અર્જુન અને હું મિત્રોથી વધારે છીએ.