અર્જુન કપુર કહે છેઃ હાલમાં લગ્ન કરવાનો મારો કોઈ ઈરાદો નથી.

0
519

 

          આજકાલ બોલીવુડમાં મલાઈકા અરોરા ખાન અને અર્જુન કપુરની મૈત્રી અને પ્રેમસંબંધો વિષે જાતજાતની વાતો ચગતી રહે છે. સલમાન ખાનની નારાજગી અને અરબાઝ ખાનની વક્ર નજર રહેવા છતાં મલાઈકા- અર્જુનના સંબંધો દિન પ્રતિદિન વધુ ગાઢ થતા રહ્યા છે. આ કપલ તાજેતરમાં માલદીવમાં એકસાથે વેકેશન માણી આવ્યુ એના સમાચાર મિડિયામાં વાજતે- ગાજતે પ્રસારિત થયા હતા. હાલમાં જયારે અર્જુનને મલાઈકા અરોરા સાથે લગ્ન કરવ બાબત પૂછવામાં આવ્યું ત્યારે એણે હાલમાં એ પોતાના કેરિયર પર ધ્યાન આપી રહયો હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોતાની આઝાદી અને સિંગલ સ્ટેટસનો પોતે એન્જોય કરી રહ્યો હોવાનું એણે કહ્યું હતું. હાલમાં લગ્ન કરવાનો એનો કોઈ ઈરાદો નથી એવી સ્પષ્ટતા પણ એણે કરી હતી.