અર્જુન કપુર અને પરિણિતી ચોપરાની ફિલ્મ સંદીપ ઓર પિન્કી ફરારની રિલિઝ તારીખ પાછી ઠેલવામાં આવી

0
829

.

બોલીવુડમાં આવું તો વરસોથી બનતું આવ્યું છે. ફિલ્મની રિલિઝ તારીખો બદલાતી રહે છે. કયાંક ફિલ્મ વહેલી રજૂ કરાય છે, તો કયારેક ફિલ્મની રિલિઝને પાછળ ધકેલી દેવામાં આવે છે. આજકાલતો બોલીવુડની રિલિઝ થતી ફિલ્મોનું આયુષ્ય એક- બે કે ત્રણ વિક જેટલું જ હોય છે. પહેલા વિકએન્ડમાં એટલે કે ફિલ્મ રજૂ થાય એ શુક્ર, શનિ અને રવિના ત્રણ દિવસના સમયગાળામાં જ કમાઈ લેવાનું હોય છે. ફિલ્મનું આયુષ્ય જ બે- ચાર વિકનું હોયછે.  આથી મર્યાદિત સમયગાળામાં કમાણી ના થઈ તો પછી બધું ગયું પાણીમાં…ગળાકાપ હરીફાઈનનો માહોલ બોલીવુડમાં પણ છે. મોટામોટા નિર્માતા- નિર્દેશકોની ફિલ્મો રજૂ થઈ રહી હોય ત્યારે એમની ફિલ્મ સાથે નવાસવા કલાકારો કે સાધારણ બજેટની ફિલ્મ રજૂ કરો તો તમારી ફિલ્મને જોનારા પ્રક્ષકો જ ન મળે. તમારે નુકસાની સહન કરવાનો વારો આવે,અર્જુન- પરીણિતની આ ફિલ્મ આમ તો 21લી માર્ચે જ રિલિઝ થવાની હતી, એજ દિવસે બોલીવુડની બે ફિ્લ્મો સોનચીડિયા અને લુકાછીપી રિલિઝ થઈ રહી છે, એટલે ફિ્લ્મ વચ્ચેની ટક્કર ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનુ જણાવવવામાં આવ્યું હતું.