અરુણાચલ પ્રદેશમાં મોદીના પ્રવાસ સામે ચીને વિરોધ નોંધાવ્યો

0
951

ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. અરુણાચલ પ્રદેશને વિવાદિત પ્રદેશ ગણતા ચીને આ મુલાકાત સામે ઉગ્ર વિરોધ પ્રગટ કર્યો હતો. ચીનનું વલણ હંમેશા એ પ્રકારનું રહ્યું છેકે, આ પ્રદેશ દક્ષિણ તિબેટનો ભાગ છે, જેના પર ચીન પોતાનો અધિકાર સ્થાપિત કરવા માગે છે.

 ચીનના આ વિરોધનો જવાબ આપતાં ભારત સરકારે કહયું હતું કે, અરુણાચલ પ્રદેશ એ ભારત દેશનો જ એક હિસ્સો છે. ભારતના નેતાઓને ત્યાં જતા રોકવાનો ચીનને કોઈ જ અધિકાર નથી. એના નેતાઓને પૂર્વોત્તર રાજ્યોમાં જવાનો પૂરો અધિકાર છે.

આ અગાઉ પણ દલાઈ લામા  તેમજ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની અરુણાચલ પ્રદેશની મુલાકાતનો ચીને વિરોધ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here