
2015માં અરુણ જેટલીએ અરવિંદ કેજરીવાલ, કુમાર વિશ્વાસ, સંજય સિંહ, રાધવ ચઢ્ઢા અને દીપક વાજપેયી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. નાણાપ્રધાન અરુણ જેટલીએ ફરિયાદ કરી હતી કે, દિલ્હી ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ ઓસોસિયેશનના મામલે ઉપરોકત વ્યક્તિઓ દ્વારા તેમના પર ખોટા અને અપમાનજનક આરોપ મૂકવામાં આવ્યા હતા. આ કેસ દિલ્હીની અદાલતમાં ચાલી રહ્યો છે. વારંવાર મુદતો પડયા કરે છે. પણ હવે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ તેમજ તેમની પાર્ટીના અન્ય નેતાઓ પોતાના પર કરવામાં આવેલા કેસનો જલ્દીથી નિકાલ આવે એવું ઈચ્છી રહ્યા છે. અરવિંદ કૈજરીવાલ અનેક વાર પોતાના જહેર નિવેદનોમાં રાજકીય નેતાઓ પર અશોભનીય ભાષાને ઉપયોગ કરીને આરોપ મૂકતા હોય છે, પછી ખરી પરિસ્થિતિનો સામનો કરવાનું વિકટ બને ત્યારે માફી માગી લે છે. ગત વરસે ઓગસ્ટ મહિનામાં તેમમે હરિયાણાના ભાજપ નેતા અવતારસિંહ ભદાણાની પણ ણાફી માગવી પડી હતી. અરવિંદ કેજરીવાલે અરુણ જેટલી પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. જેટલી 13 વરસ સુધી ડીડીસીએના અધ્યક્ષપદે રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે પોતાના હોદા્નો દુરુપયોગ કર્યો હોવાનો આક્ષેપ કેજરીવાલે કર્યો હતો.