અરબાઝ ખાનનું નામ ક્રિકેટની સટ્ટાબાજીમાં આવ્યું  ત્યારે મારે મારી ફિલ્મ – રેસ-3નું પ્રમોશન કરવાનું હતુંઃ સલમાન ખાન

0
880

 


તાજેતરમાં જાણીતા ઇપલ્મ મેગેઝિન સાથે વાત કરતા બોલીવુડના સુપરસ્ટાર ગણાતા સલમાન ખાને કહ્યું હતું કે, મારા ભાઈ અરબાઝ ખાનનું નામ ક્રિકેટની સટ્ટાખોરીમાં લેવામાં આવ્યું અને તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો એ દરમિયાન હું મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. મારે ત્યારે મારી ફિલ્મ રેસ-3 નું પ્રમોશન કરવાનું હતું. એ મારી જોબ હતી. ત્યારે હું મારી તકલીફ કે દુખ કે વસવસો લોકો સમક્ષ પ્રગટ ન કરી શકું. ત્યારે તો મારે લોકો સામે હસતા રહીને , પ્રસન્નતા સાથે વાતચીત કરવી પડે. એ મારી જોબ છે. હુ મારી તકલીફોને બયાન ન કરી શકું, એ તો મારા દર્શકો- પ્રેક્ષકો- ચાહકોનો મંચ છે. મારે એમનું મનોરંજન કરવાનું છે. કેટલાક લોકોએ એવી વાત વહેતી કરી કે, અરબાઝ ખાનનો મામલો બહાર આવ્યો, પોલીસે એને પૂછપરછ માટે બોલાવ્યો એની મને કંઈજ અસર થઈ નથી. એક અભિનેૈતાને પોતાની અંગત તકલીફો ભૂલી જઈને પોતાની ફરજ બજાવવાની હોય છે. જે મેં બજાવી હતી.