અયોધ્યા રામ-મંદિર વિવાદ- ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનું નિવેદન

0
817

 

ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, રામ-મંદિર અંગે હાલમાં કશો અધ્યાદેશ જારી નહિ કરવામાં આવે. આ મામલો હાલને તબક્કે સુપ્રીમ કોર્ટમાં છે. અદાલતે  જલ્દીથી આ કેસની સુનાવણી હાથ ધરવી જોઈએ. સંત સમાજે પણ આ અંગે ધીરજ રાખવી હિતાવહ છે. 30મી ઓકટોબરે ટેલિવિઝન પર આપેલી એક મુલાકાત દરમિયાન યોગી આદિત્યનાથે ઉપરોકત નિવેદન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ન્યાય આપવામાં વિલંબ ન થાય એ જરૂરી છે. વિકલ્પો અંગે તપાસ કરી રહયા છીએ. અદાલતે પણ લોકોની આસ્થાનો ખ્યાલ રાખવો જોઈએ. લોકોને દેશના ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે. પરંતુ ન્યાયમાં વિલંબ થઈ રહયો હોવાથી લોકોમાં નિરાશા વ્યાપી છે. દરેક પક્ષ એવું ઈચ્છે છે કે, જેમ બને તેમ જલ્દી આ બાબતનું નિરાકરણ આવે. રામ-મંદિરના નિર્માણ માટે જે સૌથી ઉત્તમ માર્ગ ઉપલબ્ધ હોય એને અપનાવી લેવો જોઈએ